ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Uparkot Fort : ઉપરકોટ કિલ્લા પર રીનોવેશનની કામગીરીએ લીધો એક મજુરનો ભોગ - Death of a Laborer in Uparkot Fort

જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પર એક વર્ષ કરતા વધુ સમયથી રિનોવેશન (Junagadh Uparkot Fort) કામ ચાલી રહ્યું છે. ત્યારે આજે ઉપરકોટ કિલ્લા પર કામ કરી રહેલો મજુરનો મૃત્યુના (Death at Uparkot Fort) સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Junagadh Uparkot Fort : ઉપરકોટ કિલ્લા પર રીનોવેશનની કામગીરીએ લીધો એક મજુરનો ભોગ
Junagadh Uparkot Fort : ઉપરકોટ કિલ્લા પર રીનોવેશનની કામગીરીએ લીધો એક મજુરનો ભોગ

By

Published : Feb 5, 2022, 2:56 PM IST

જુનાગઢ : ઉપરકોટ કિલ્લામાં એક વર્ષ કરતા વધુ સમયથી રિનોવેશન (Junagadh Uparkot Fort) કામ ચાલી રહ્યું છે. ત્યારે આજે સવારના સમયે અચાનક અકસ્માત સર્જાતા એક મજુરનું મૃત્યુ (Death at Uparkot Fort) થયું છે. સાથે ત્રણ જેટલા મજૂરોને ઇજા થતા તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે (Junagadh Civil Hospital) ખસેડવામાં આવ્યા છે.

ઉપરકોટમાં રિનોવેશનનું કામ અટકાવ્યું

અકસ્માતની ઘટના બનતા આજે ઉપરકોટમાં રિનોવેશન કામ અટકાવી (Renovation work at Uparkot Fort) દેવામાં આવ્યું છે. એક કામ કરી રહેલા મજુરનું મૃત્યુ (Death of a Laborer in Uparkot Fort) થતાં પરપ્રાંતિય મજૂરોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર મામલાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-ગુજરાતની ગૌરવસિદ્ધિ : યુનેસ્કો દ્વારા કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ

છત પડવાથી થયું મૃત્યુ

ઉપરકોટના રિનોવેશન કામ દરમિયાન રાણકદેવીના મહેલની છત બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમય પર છત નો ભાગ અચાનક ધરાશાયી થતાં તેમાં 3 થી 4 જેટલા મજૂરોને ઇજાઓ થઇ હતી. જે પૈકીના એક મજૂરને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અને ઘાયલ મજૂરોને પ્રથમ સરકારી અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ જાણો : Historical architecture: જૂનાગઢમાં મૌર્ય સામ્રાજ્ય વખતના ઉપરકોટના કિલ્લામાંથી કડી વાવ મળી આવી

ABOUT THE AUTHOR

...view details