ગુજરાત

gujarat

ETV Bharat / state

બુધવારે મધ્યરાત્રી બાદ જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડયું

બુધવારે મધ્યરાત્રી બાદ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાત્રીના 12 વાગ્યા પછી શહેરમાં પવનના સુસવાટા સાથે વરસાદનું ઝાપટું પડયું હતું.

By

Published : Jun 4, 2020, 10:06 AM IST

A gust of rain with heavy winds in Junagadh city
જૂનાગઢ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું ઝાપટું

જૂનાગઢ: બુધવારે મધ્યરાત્રી બાદ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાત્રીના 12 વાગ્યા પછી શહેરમાં પવનના સુસવાટા સાથે વરસાદનું ઝાપટું પડયું હતું. છેલ્લા બે દિવસથી જૂનાગઢના વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. પવન અને વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળતાં લોકોએ હાશકારો પણ અનુભવ્યો હતો. તેમજ અચાનક પવન શરૂ થતા વીજ કંપનીઓ દ્વારા શહેરના મોટાભાગના વીજ જોડાણો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી પવન ફુંકાવાથી જે સંભવિત અકસ્માતો છે, તેને નિવારી શકાય.

ગઈકાલે મધ્યરાત્રી બાદ જૂનાગઢ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું ઝાપટું પડયું

ABOUT THE AUTHOR

...view details