ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદમાં જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ખેડૂતોનું સંમેલન યોજાયું - Junagadh

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનું સંમેલન જીતુ વાઘાણી અને સાંસદ રમેશ ધડુકની હાજરીમાં યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ખુલ્લેઆમ ભંગ થતો હોય તેવું પણ જોવા મળ્યું હતું.

Breaking News

By

Published : Dec 18, 2020, 5:17 PM IST

  • જૂનાગઢ જિલ્લાના કેશોદમાં યોજાયું ખેડૂતોનું સંમેલન
  • સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ
  • સંમેલનમાં જીતુ વાઘાણી, રમેશ ધડુકે આપી હાજરી


જૂનાગઢ : જિલ્લાના કેશોદમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતોનું સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પોરબંદરના સાંસદ રમેશ ધડુકની સાથે કેશોદના ધારાસભ્ય સહિત ત્રણ જિલ્લાના ધારાસભ્યો અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોવા મળ્યા હતા. પરંતુ સરકાર દ્વારા જે પ્રકારે કોરોના સંક્રમણને ધ્યાને લઇને દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા. તે પૈકીના સામાજિક અંતરના નિયમનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો હતો.

કેશોદમાં જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ખેડૂતોનું સંમેલન યોજાયું

કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને ભરમાવીને અવ્યવસ્થાનું વાતાવરણ ઊભું કરે છે : જીતુ વાઘાણી
દિલ્હીમાં જે પ્રકારે પંજાબ, હરિયાણા સહિત કેટલાંક રાજ્યના ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર ઊતર્યા છે. તેને લઈને ગુજરાતમાં હવે નવા સંશોધિત કૃષિ કાયદાના સમર્થનમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા આવેલા જીતુ વાઘાણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કૃષિ કાયદાના વખાણ કરીને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે, તેવો મત પણ વ્યક્ત કર્યો હતો. વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને ભરમાવીને અવ્યવસ્થાનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. ત્યારે તેમણે સમગ્ર કૃષિ કાયદાને લઈને નુકસાન થશે. તેવા તેમના તર્કને લોકો સમક્ષ પહોંચાડીને સમગ્ર મામલા પરથી પરદો ઉચકવો જોઇએ. તેવી પણ માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details