છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા જૂના સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જૂનાગઢ જિલ્લા કોર્ટને સ્થળાંતર કરવાની પ્રક્રિયા તેમજ જૂનાગઢમાંથી માંગણીઓ શરૂ થઈ હતી. જેને હવે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેતા આગામી દિવસોમાં જૂની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આધુનિક કહી શકાય તેવું સૌરાષ્ટ્રનું જિલ્લા કોર્ટ ભવન નિર્માણ પામવા જઈ રહ્યું છે.
જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલમાં બનશે જિલ્લા કોર્ટ અધ્યતન બિલ્ડીંગ
જૂનાગઢઃ શહેરની મધ્યમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલમાં હાઈરાઈઝ ઇકો ફ્રેન્ડલી તેમજ સૌર ઊર્જાના મહત્તમ ઉપયોગ સાથેનો હાઈરાઈઝ જિલ્લા કોર્ટની બિલ્ડીંગ બનાવવાની રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેનું કામ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલમાં બનશે જિલ્લા કોર્ટ અધ્યતન બિલ્ડીંગ
જુનાગઢમાં મેડિકલ કોલેજ મળતાની સાથે જ નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારથી આ જગ્યા બિન ઉપયોગી અને પડતર બની રહી હતી, ત્યારે શહેરની મધ્યમાં આવેલી આ વિશાળ જગ્યા પડતર પડી રહે અને ખંડેરના રૂપમાં પરિવર્તિત થાય તેની જગ્યા પર રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લા કોર્ટ ભવનના બાંધકામ માટે જમીન ફાળવી આપતા આ લડાઇ સાથે જોડાયેલા લોકો પણ હવે ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
Last Updated : Nov 16, 2019, 8:41 PM IST