ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદમાં પિતરાઇ ભાઇ-બહેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ, યુવતીનું મોત - latestgujaratinews

જૂનાગઢ: કેશોદના ત્રાંગળશાપીર દરગાહ નજીક યુવક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. 108ની ટીમ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ વધુ સારવાર અર્થે યુવક યુવતીને જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જૂનાગઢ
etv bharat

By

Published : Dec 11, 2019, 11:41 PM IST

કેશોદના ત્રાંગળશા પીરની દરગાહ નજીક પિતરાઇ ભાઇ-બેહેને ઝેરી દવા પી લેતા સારવાર માટે બંનેને જૂનાગઢ હોસ્પિટલે 108 મારફત ખસેડાયા છે. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકે દવા પીતા પહેલા ચાલુ બાઇકમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલી રહ્યો હતો કે, મારો કંઇ વાંક નથી, મેં કંઇ કર્યું નથી. આજ મારી બહેન માટે થઇને હું મરવા જાવ છું. યુવક યુવતીને જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ABOUT THE AUTHOR

...view details