ચોરવાડમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા, સાંસદ રાજેશ ચુડાસમા અને અન્ય રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ વિવિધ સરકારી યોજનાઓના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોરવાડમાં CM વિજય રૂપાણીની હાજરીમાં થયું ચેક વિતરણ - Chief Minister
જૂનાગઢઃ ચોરવાડ શહેરનાં આંગણે ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સર્વ રોગ નિદાન કેમ્પ, સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ તેમજ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ચોરવાડ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં કીટ વિતરણ તેમજ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ સાથે સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને આવકારવા બહોળી સંખ્યામાં ચોરવાડ, માળિયા તથા માંગરોળ તાલુકાના લોકો હાજર રહ્યા હતા.