ગુજરાત

gujarat

ETV Bharat / state

મા અંબાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી ગિરનાર પર્વત પર થશે - Junagadh news

જૂનાગઢઃ  મા અંબાના પ્રાગટ્ય દિન નિમિતે જૂનાગઢમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં દિવસ ભર વિવિધ ધાર્મિક કાર્યક્રમ દ્વારા મા અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.

etv bharat
માં અંબાજીનો પ્રાગટ્ય દિન ગિરનાર પર્વત પર થશે ઉજવણી

By

Published : Jan 10, 2020, 10:48 AM IST

Updated : Jan 10, 2020, 1:16 PM IST

મા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર મા અંબાના મંદિરમાં દિવસ ભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 52 શક્તિ પીઠો પૈકી ગિરનાર પર બિરાજતા મા અંબાનો પોષી પૂનમના દિવસે પ્રાગટ્ય દિન માનવામાં આવે છે.

મા અંબાજીનો પ્રાગટ્ય દિન ઉજવણી ગિરનાર પર્વત પર થશે

આ દિવસે મા અંબા પર દૂધ ગંગાજળ દ્વારા અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ પ્રથમ પહોરની આરતી કરીને ધ્વજારોહણ કરવામાં આવશે. મા અંબાને ઉદયન શક્તિ પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને લઈ દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

Last Updated : Jan 10, 2020, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details