સમગ્ર રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની 158મી જન્મ જયંતી મનાવી રહ્યું છે. 158 વર્ષ પૂર્વે કલકત્તામાં નરેન્દ્ર દત્ત નામના એક પ્રતિભાશાળી બાળકે જન્મ લીધો હતો, આ પ્રતિભાશાળી બાળક ખૂબ જ નાની વયે સમગ્ર વિશ્વમાં નામના પ્રાપ્ત કરતા ગયા અને આ નરેન્દ્ર દત્ત એની રાષ્ટ્રભક્તિને લઈને સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદના નામથી જાણીતા બન્યા. નરેન્દ્ર દત્તમાંથી સ્વામી વિવેકાનંદ બનવા સુધીની ટૂંકી સફર પરંતુ, આ સફર પર સ્વામી વિવેકાનંદ સિવાય અન્ય કોઈ ચાલી શકે તેવું આજે પણ માનવામાં નથી આવતું. ખૂબ જ નાની વયે સમગ્ર ભારતવર્ષની સાથે વિશ્વમાં ભારતની નામના વધે અને તેનો પ્રચાર થાય તે માટે સ્વામી વિવેકાનંદે સમગ્ર ભારત વર્ષમાં ભ્રમણ કરીને ભારતના ઇતિહાસને સમગ્ર વિશ્વમાં ફેલાવવામાં ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતી સફરને સફળતાપૂર્વક પાર કરીને તેમાંથી પાર ઉતર્યા હતાં.
જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરાઇ - સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ
જૂનાગઢઃ સમગ્ર રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની 158મી જન્મ જયંતિ મનાવી રહી છે. જેના ભાગરૂપે જૂનાગઢની સરકારી બહાઉદ્દીન કોલેજમાં વિવેકાનંદના જન્મ દિવસને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિવેકાનંદના વિચારોનું એકબીજામાં આદાન-પ્રદાન કર્યું હતું.
જ્યારે શિકાગોમાં સ્વામી વિવેકાનંદ ધર્મસભામાં ભાષણ કરતા હતા, ત્યારે અમેરિકન લોકોને ડિયર બ્રધર અને શીસ્ટરના ઉદબોધનથી તેમના વ્યાખ્યાનની શરૂઆત કરી હતી, ત્યારે ગોરી ચામડીના લોકો પણ વિવેકાનંદના આ ઉદબોધનથી અભિભૂત થયા હતા અને શિકાગો ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું, આ જ શબ્દો સ્વામી વિવેકાનંદના આજે પણ શિકાગોમાં ગુંજતા હશે તેવું આજે આપણે ચોક્કસપણે કહી શકીએ. હાથ શિકાગોના સંમેલનમાં ભાગવત ગીતા ઉપર અન્ય ધર્મના પુસ્તકો રાખવામાં આવ્યા હતા અને તેને લઈને વિવેકાનંદને સવાલ કરાયો હતો કે, તમામ ધર્મગ્રંથોની નીચે તમારાં ધર્મ ગ્રથ ગીતાને રાખવામાં આવ્યા છે. તમારો ધર્મગ્રંથ સૌથી નીચે છે, ત્યારે વિવેકાનંદ અસલ ભારતીઓને શોભે તેવો જવાબ આપીને ગોરી ચામડીના લોકોને હચમચાવ દીધા હતાં.
વિવેકાનંદે તેમના જવાબમાં જણાવ્યું હતું કે, ગીતા ભલે તમામ ધર્મગ્રંથોમાં નીચે હોય પરંતુ, ઉપર રહેલા ધર્મગ્રંથ માટે ગીતા આજે પણ પાયાનો પથ્થર છે અને આવનારા સમયમાં આ જ અમારો ધર્મ ગ્રંથ ગીતા પાયાનો પથ્થર બનીને રહેશે, જ્યાં સુધી ગીતાનુ અસ્તિત્વ છે, ત્યાં સુધી અન્ય ધર્મગ્રંથોને કોઇ નુકસાન નહીં પહોંચે, તેઓ માર્મિક જવાબ વિવેકાનંદે વાળીને ગોરી ચામડીના લોકોને વિચારતા કરી મુકયા હતાં, ત્યારે આજે સ્વામી વિવેકાનંદની 158મી જન્મ જયંતિને લઈને જૂનાગઢની સરકારી વિનિયન કોલેજમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને શાળાના અધ્યાપકોએ સ્વામી વિવેકાનંદના વિચારો અને તેના દ્વારા ભારતના નિર્માણની જે પરિભાષાઓ વિવેકાનંદે રજૂ કરી હતી તેના પર મંથન અને વિચારવિમર્શ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સ્વામી વિવેકાનંદના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રસંગોને વાગોળવામાં આવ્યા હતા. તેમજ સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગોમાં જે ઐતિહાસિક સંબોધન કરવામાં આવ્યું હતું તેના કેટલાક અંશો પણ આજે નિહાળીને વિશ્વના આ મહાપુરુષને તેની 158મી જન્મ જયંતી નિમિત્તે યાદ કર્યા હતાં.