જૂનાગઢ: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢના પ્રકૃતિ ધામમાં ઇતિહાસ અને સાહિત્યમાં ગિરનાર વિષય પર 1 દિવસના રાજ્યકક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના સાહિત્યકારો ડૉ. વિશાલ જોશી, વિષ્ણુ પંડ્યા, કુલપતિ ચેતન ત્રિવેદી, બળવંત જાની ,નરેન્દ્ર પલાણ ,નિરંજન રાજ્યગુરુ સહિતના અગ્રણી સાહિત્યકારોએ હાજરી આપીને ઇતિહાસ અને સાહિત્યમાં ગિરનારનું મહત્વ અને સ્થાન વિષય પર ઉપસ્થિત સાહિત્ય રસિકો સાથે માહિતીનું આદાન પ્રદાન કરીને ગિરનાર વિશે માહિતીનો સંગ્રહ કર્યો હતો.
ઇતિહાસ-સાહિત્યમાં 'ગિરનાર' કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢમાં રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો
ઇતિહાસ અને સાહિત્યમાં 'ગિરનાર' વિષય પર નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢના પ્રકૃતિ ધામમાં 1 દિવસનો રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના સાહિત્યકારો અને સાહિત્ય રસિકોએ હાજરી આપીને સાહિત્ય અને ઇતિહાસમાં ગિરનાર વિશે માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું.
આજના આધુનિક યુગમાં સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો ખૂબ જ અગત્યનો છે. નવી પેઢીમાં આપણું સાહિત્ય ધીમે ધીમે દૂર થઈ રહ્યું છે. તે ચિંતાનો વિષય છે. તે માટે આવા સેમિનારો થકી દેશ અને ખાસ કરીને આપણા પ્રાંતના સાહિત્ય વિશે યુવા પેઢીઓ રસ દાખવે અને આવા સાહિત્યમાં ફરી નવસર્જન કરવા માટે પ્રેરાય તેને લઈને આવા સેમિનાર ખૂબ જ મહત્ત્વના અને ઉપયોગી પુરવાર બની શકે છે.
નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ઇતિહાસ અને સાહિત્યમાં ગિરનાર વિષય પર 1 દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો અને જૂનાગઢના સાહિત્યકારોએ હાજરી આપીને સાહિત્ય અને ઇતિહાસમાં ગિરનાર વિષય પર ચિંતન અને મંથન કર્યું હતું. આજ પ્રકારના ચિંતન અને મંથન થકી આપણું સાહિત્ય નવી પેઢીમાં વિસ્તરી શકે તેવો આજનો પ્રયાસ ખરેખર આવકારદાયક હતો.