ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર દેવળીયા સફારી પાર્કમાં નવ વર્ષના દીપડાનું સારવાર દરમિયાન મોત - devadiya safari park

સાસણ નજીક આવેલું ગીર દેવળીયા સફારી પાર્કમાં આઠથી નવ વર્ષના એક નર દીપડાનું બીમારીને કારણે મંગળવારના રોજ મોત થયું છે. દીપડાને ગત જાન્યુઆરી માસમાં બિમાર હાલતમાં દેવળીયા સફારી પાર્કમાં લાવવામાં આવ્યો હતો. જે બાદ મંગળવારના રોજ મોત થયું છે.

ગીત દેવળીયા સફારી પાર્ક
ગીત દેવળીયા સફારી પાર્ક

By

Published : Mar 23, 2021, 8:01 PM IST

  • દેવળીયા સફારી પાર્કમાં બીમારીને કારણે દીપડાનું થયું મોત
  • ત્રણ માસની સારવાર બાદ મંગળવારની સવારે દીપડાનું થયું મોત
  • ગીર દેવળીયા સફારી પાર્કમાં બીમારીને કારણે નવ વર્ષના દીપડાનું મોત

જૂનાગઢ : સાસણ નજીક આવેલા ગીર દેવળીયા સફારી પાર્કમાં મંગળવારે નવ વર્ષના નર દીપડાનું મોત થયું છે. દીપડાનું મોત થતાં વન વિભાગના કર્મચારીઓમાં પણ શોક જોવા મળ્યો હતો. આ દીપડાને ગત જાન્યુઆરી માસમાં બિમાર હાલતમાં ગીર દેવળીયા સફારી પાર્કમાં બનાવવામાં આવેલા રેસ્ક્યૂ સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોની દેખરેખ હેઠળ તેને રાખવામાં આવ્યો હતો, પરંતુ મંગળવારની વહેલી સવારે દીપડાનું મોત થયું હતું. વન વિભાગે દિપડાના મોત બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો -27 દિવસમાં ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં 9 જેટલા સિંહ-દીપડાના મોત

મૃતક દીપડો કેનેડીપુર રાઉન્ડમાંથી ગત જાન્યુઆરી માસમાં મળી આવ્યો હતો

મૃતક દીપડો કેનેડીપુરમાંથી 26મી જાન્યુઆરીના રોજ બિમાર હાલતમાં મળી આવ્યો હતો, જેને પાંજરે પૂરીને વન વિભાગના તબીબો દ્વારા તેનું પરીક્ષણ કરતા તેને માનસિક કોઈ બીમારી હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ મગજની બીમારીને કારણે દીપડાનું શરીર રોગ સામે ઝઝુમી નહીં શકતા ત્રણ મહિનાની સારવાર બાદ તેનુ દેવળીયા સફારી પાર્કમાં મોત થયું હતું. ઉલ્લખેનીય છે કે, ગત એક મહિનામાં 2 સિંહ બાળ અને એક સિંહણનું પણ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના જંગલમાં મોત થયું હતું. થોડા દિવસ અગાઉ ઈનફાઈટમાં પણ બે સિંહ બાળના મોત થયા હોવાની વિગતો સામે આવી હતી.

આ પણ વાંચો -રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા છે મોત, વિધાનસભામાં રાજ્ય સરકારે કર્યો ખુલાસો

છેલ્લા બે વર્ષમાં 313 સિંહના મોત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં 313 સિંહના મોત થયા છે. જેમાં વર્ષ 2019 માં 35 સિંહ, 48 સિંહણ અને 71 સિંહબાળના મોત થયા છે. તો વર્ષ 2020માં 36 સિંહ, 42 સિંહણ અને 81 બાળસિંહના મોત થયા છે.

આ પણ વાંચો -27 દિવસમાં ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં 9 જેટલા સિંહ-દીપડાના મોત

ABOUT THE AUTHOR

...view details