- જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની 61 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
- ખેડૂતલક્ષી વિવિધ 6 જેટલી યોજનાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી
- સાધારણ સભામાં રાષ્ટ્રીય અગ્રણી દિલીપ સાંઘાણી સહિત સૌરાષ્ટ્રના સહકારી આગેવાનોએ આપી હાજરી
જૂનાગઢઃ જિલ્લા સહકારી બેન્કની આજે 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. એગ્રીકલ્ચર કોલેજના ઓડિટોરિયમમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સહકારી અગ્રણી અને બેન્કના ચેરમેન દિલીપ સંઘાણી રાજ્ય સરકારના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા સહિત સૌરાષ્ટ્રના સહકારી અગ્રણીઓએ હાજરી આપી હતી.
બેન્કની સાધારણ સભામાં રાષ્ટ્રીય અગ્રણી દિલીપ સાંઘાણી સહિત સહકારી અગ્રણીઓ જોડાયા
જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની 61 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત લગતી વિવિધ યોજનાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ સાધારણ સભા જૂનાગઢ પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાની શાખાઓને સાંકળી લેવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય અગ્રણી દિલીપ સાંઘાણી સહિત સહકારી અગ્રણીઓએ હાજરી આપી હતી.
જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની 61 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની 61 મી વાર્ષિક સાધારણ સભા જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. એગ્રીકલ્ચર કોલેજના ઓડિટોરિયમમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સહકારી અગ્રણી અને બેન્કના ચેરમેન દિલીપ સંઘાણી રાજ્ય સરકારના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા સહિત સૌરાષ્ટ્રના સહકારી અગ્રણીઓએ હાજરી આપી હતી. આ સાધારણ સભામાં ખેડૂત લક્ષી છ કરતા વધુ ધિરાણ યોજનાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા પારીત કરવામાં આવેલા કેન્દ્રીય કૃષિ સુધારા બિલને યોગ્ય ગણાવીને ખેડૂતલક્ષી યોજનાઓ સાથે સાંકળીને આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક ખેડૂતોના વિકાસ અને ધિરાણની દિશામાં વધુ પારદર્શક બનશે. જેનો સીધો ફાયદો જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના નોંધાયેલા ખેડૂત સભાસદોને થશે.
જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની 61 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ સાધારણ સભામાં કરવામાં આવેલા કેટલાક નિર્ણયો ગત્ત વર્ષ સુધી જિલ્લા સહકારી બેન્ક અંદાજિત 22.45 કરોડની ખોટ કરતી હતી, જેને સરભર કરીને ચાલુ નાણાકીય વર્ષમાં છ કરોડ કરતાં વધુનો નફો કર્યો છે. જેનો સીધો ફાયદો જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના નોંધાયેલા ખેડૂત સભાસદો થઈ જશે. બેન્કે કરેલા એક નિર્ણય મુજબ ખેડૂતોને ત્રણ લાખ સુધીનો વિમો આપવામાં આવશે. જે આગામી 1લી જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. વધુમાં ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો ધિરાણ તાત્કાલિક ધોરણે મંજૂર કરવાની યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. જેનો અમલ આગામી વર્ષ 2021 થી કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની 61 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ વધુમાં ખેડૂત પુત્રોને ઉચ્ચ અભ્યાસ માટે વિશેષ ધિરાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જે પણ આગામી વર્ષથી શરુ થતું જોવા મળશે. બેકે વધુ એક નિર્ણય કર્યો છે. સોના ચાંદી પર પણ ધિરાણ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે સાથે ખેડૂતોને બાઈક અને કાર લેવા માટેનું ધિરાણ પણ આપવાની શરૂઆત જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો બેન્કની 61મી વાર્ષિક સાધારણ સભા ખેડૂતો માટે યોજનાઓનો ભંડાર લઈને આવતી જોવા મળી રહી છે, પરંતુ તેનો અમલ ક્યારે અને કેટલો થશે અને સીધો લાભ ખેડૂતોને કેટલો મળી રહ્યો છે તે સમગ્ર યોજનાના અમલીકરણ બાદ જ જાણવા મળશે.