ગુજરાત

gujarat

ETV Bharat / state

મનપા દ્વારા સૂચિત પાણી વેરાના વધારાનો ભાજપનાં 4 કોર્પોરેટરોએ કર્યો વિરોધ - મનપા દ્વારા સૂચિત પાણી વેરાના વધારાનો ભાજપના 4 કોર્પોરેટરોએ કર્યો વિરોધ

ભાજપ શાસિત જૂનાગઢ મનપા દ્વારા સૂચિત બજેટમાં પાણી વેરાના વધારાને લઈને ભાજપના જ 4 કોર્પોરેટરોએ મનપામાં તેમના કાર્યકરો અને લોકોની હાજરીમાં હંગામો કરીને સૂચિત પાણી વેરો પરત લેવાની માગ કરી હતી.

junagadh
જૂનાગઢ

By

Published : Feb 8, 2020, 8:43 PM IST

જૂનાગઢ : વર્ષ 2010-21માં સામાન્ય અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. જેને લઈને હવે ભાજપના જ કોર્પોરેટરો આરતીબેન જોશી, હિતેશ ઉદાણી, પલ્લવીબેન ઠાકર, ચેતનાબેન ચુડાસા અને દિવાળીબેન પરમારે વેરા વધારાનો વિરોધ કરીને મનપા કચેરીમાં ગઈકાલે ભારે હોબાળો કર્યો હતો. ત્યારે વોર્ડ નંબર 9/10/અને 11ની મહિલાઓ દ્વારા પણ બેનરો સાથે આઝાદ ચોકમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મનપા દ્વારા સૂચિત પાણી વેરાના વધારાનો ભાજપના 4 કોર્પોરેટરોએ કર્યો વિરોધ

જેમાં જુલાઈ 2019માં સામાન્ય ચૂંટણીમાં વિરોધ પક્ષના સૂપડા સાફ થયા હતા. તેમજ આજ દિન સુધીની બમ્પર જીત ભાજપને મળી હતી. ત્યારે હવે આ જીત ભાજપના કોર્પોરેટરોમાં તેમના વિસ્તાર અને તેમના મતદાર પ્રત્યે મનપાના શાસકોના જન વિરુદ્ધ નિર્ણયોને કારણે અસંતોષના રૂપે બહાર આવી રહી છે. જે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.

ત્યારે આગામી 13મી તારીખે વર્ષ 2020/ 21નું બજેટ આવી રહ્યું છે. જેમાં વર્તમાન પાણી વેરા અને અન્ય વેરાને લઈને ઘટાડાની કોઈ જાહેરાત નહિ કરવામાં આવે તો ભાજપના કોર્પોરેટરો ભાજપ માટે મુશ્કેલીનું માધ્યમ બની રહેશે તો નવાઈ નહિ.

ABOUT THE AUTHOR

...view details