ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં ઓનલાઈન OTP મેળવીને ATMમાંથી પૈસાની ઉઠાંતરી કરતા શખ્સો ઝડપાયા - gujaratinews

જૂનાગઢ: છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં ઓનલાઈન OTP મેળવીને લોકોના ખાતામાંથી રૂપિયાની ઉઠાંતરી થતી હોવાની વિગતો પોલીસને મળી રહી હતી. જેના અંતર્ગત વંથલીના શશિકાંતભાઈ અને કેશોદના અજય ભાઈ જ્યારે ATMમાંથી રૂપિયા ઉઠાવી રહ્યા હતા, ત્યારે 3 UPના અને 1 મુંબઈના યુવાનોએ ફરિયાદીઓ પાસેથી ભોળવીને તેમનું ATM કાર્ડ મેળવી તેમના OTP કોપી કરીને તેમના ખાતામાંથી 80,000 કરતા પણ વધુની રકમ ઉઠાવી હતી.

જૂનાગઢમાં ઓનલાઈન OTP મેળવીને ATMમાંથી પૈસાની ઉંઠાતરી કરતા શખ્સો ઝડપાયા

By

Published : Jun 15, 2019, 11:54 PM IST

વંથલી પોલીસ સ્ટેશનમાં ઓન લાઈન ચોરી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢ SOGને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે કેટલાક યુવાનો મહરસાહતર પાસિંગની ગાડીમાં સોમનાથ તરફથી જૂનાગઢ આવી રહ્યા હતા. આ યુવાનો ATMમાંથી રૂપિયા ચોરવાના માસ્ટર હોવાની વિગતો મળી આવતા પોલીસે ત્રણ ટીમો બનાવીને આરોપી ઈશમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે શંકાસ્પદ હોવાના કારણે અટકાવતા તેમાંથી વિનય ગુપ્તા, સુનિલ વર્મા, રાઘવેન્દ્ર યાદવ UPના પ્રતાપગઢના તેમજ મુંબઈના વિનોદ વર્માની અટકાયત કરી છે. જ્યારે પ્રતપગઢના અમિત પાંડેની અટકાયત કરવાની દિશામાં જૂનાગઢ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જૂનાગઢમાં ઓનલાઈન OTP મેળવીને ATMમાંથી પૈસાની ઉંઠાતરી કરતા શખ્સો ઝડપાયા

જેમાં પકડાયેલા આરોપીઓ પાસેથી 1 લેપટોપ, 2 સ્કિમર, 1 રાઇટર, અલગ-અલગ બેંકના 20 જેટલા ATM કાર્ડ, 5 મોબાઈલ, 82,500 રોકડ અને 1 કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને તમામ 4 આરોપીની ATM ચોરીના કેસમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details