ગુજરાત

gujarat

ETV Bharat / state

'આમ' માં ખાસ એવી ગીરમાં પાકતી 31 જાતની કેરીઓ જોઈ છેે તમે..? જુઓ એક ઝલક - JND

જુનાગઢ: ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા કેરીનું આગમન થવા લાગ્યું છે. સ્વાદમાં મીઠાશસભર કેરીનું નામ પડે અને યાદ આવે ગીર પંથકની. ભારતભરમાં લોકપ્રિય એવી જુનાગઢની કેરીનો ઇતિહાસ છેક નવાબ કાળ સુધી લંબાય છે.

'આમ' માં ખાસ એવી ગીરમાં પાકતી 31 જાતની કેરીઓ જોઈ છેે તમે..? જૂઓ એક ઝલક

By

Published : Apr 30, 2019, 4:17 PM IST

ગીરમાં પાકતી કેરી તેના સ્વાદ અને સોડમને લઈને આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી ચુકી છે. કેસર કેરી આજે કેરીઓમાં એક અદકેરું નામ અને સન્માન મેળવી રહી છે. પરંતુ કેરીના રસિકો માટે આજે એક રસપ્રદ માહિતી લઈને અમે આવ્યા છીએ. કેરીના હબ ગણાતા ગીર પંથકમાં આજે પણ કેસર સિવાય,, દૂધ પેંડો, ખોળી,જમાદાર સહીત 31 જાતની કેરીઓ જોવા મળે છે. જો કે આ 31 જાતની કેરીઓનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવામાં આવતું નથી પરંતુ બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવતા સંશોધનને પરિણામે કેસર સિવાયની કેરીઓ પણ આગામી દિવસોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે.

'આમ' માં ખાસ એવી ગીરમાં પાકતી 31 જાતની કેરીઓ જોઈ છેે તમે..? જૂઓ એક ઝલક

જૂનાગઢના નવાબ મહોબતખાન બીજા કેરીઓના ભારે શોખીન હોવાનું ઇતિહાસમાં જોવા મળ્યું છે. નવાબના આ શોખને લઈને જે તે સમયે ગીર અને જૂનાગઢ પંથકમાં આવી કેરીઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ફઝલી, નિલેશ્વરી, ખોળી, એપલ, કેપ્ટ્ન, ઝમરૂખીયો, જમાદાર, દુધપેંડો, અષાઢીયો, બજરંગ,વનરાજ,આમિર પસંદ, જહાંગીર પસંદ,નાયલોન,ઓસ્ટીન અને મલ્લિકા જેવી 31 જાતની કેરીઓ આજે જૂનાગઢ અને ગીર પંથકમાં જોવા મળે છે.

આમ માં પણ ખાસ કહી શકાય તેવી,, ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પાકતી આમ્રપાલી, કોકમ અને ગિરિરાજ સહિતની કેટલીક જાતો આજે ગીર અને જૂનાગઢમાં પણ જોવા મળી રહી છે. કેસર, રાજાપુરી અને હાફુસને બાદ કરતા મોટા ભાગની કેરીનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવામાં આવતું નથી પરંતુ મોટા ભાગની કેરી આજે ગીર અને જૂનાગઢ પંથકના આંબાવાડિયામાં ઝુલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details