ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસાવદર પાસે ખાનગી બસ પલટી મારી, 6નાં મોત - જૂનાગઢ ન્યૂઝ

જૂનાગઢઃ વિસાવદર નજીક ખાનગી મીની બસ પલટી જતાં ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે. તો અન્ય 20થી વધુ  મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. જેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડાયા છે.

junagadh
junagadh

By

Published : Jan 11, 2020, 5:55 PM IST

સાવરકુંડલા જૂનાગઢ રૂટની ખાનગી બસનો જૂનાગઢના વિસાવદર નજીક અકસ્માત થયો હતો. જેમાં 2 મહિલા અને 4 પુરુષનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય 20 કરતા વધુ મુસાફરોને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

સાવરકુંડલા જૂનાગઢ રૂટ પર ખાનગી બસનો અકસ્માત, 6નો મોત

મળતી માહિતી પ્રમાણે, સાવરકુંડલાથી જૂનાગઢ તરફ આવી રહેલી ખાનગી મીની બસનો ચાલક કોઈ કેફી પીણું પીને બસ હંકારી રહ્યો હતો. જેથી લાલપુર નજીક બસ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વિસાવદર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details