જૂનાગઢમાં બોર્ડની પરીક્ષામાં નકલી પ્રવેશપત્રો? ગેરરીતિ આચરતાં 3 આરોપી પકડાયાં - Board Exams Malpractice
જૂનાગઢ પોલીસને મળેલી બાતમીના આધારે જોષીપરા વિસ્તારમાં કેટલાક ઈસમો ધોરણ 10 અને 12ની પરીક્ષાના નકલી પ્રવેશપત્રો બનાવીને પરીક્ષામાં ગેરરીતિ કરવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. જેને પકડી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢઃ ધોરણ 10 અને 12ની પરીક્ષાના નકલી પ્રવેશપત્ર બનાવનારા લોકોને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. જૂનાગઢ પોલીસને મળેલી બાતમીના આધારે જોષીપરા વિસ્તારમાં રાજેશ ખાંટ નામનો ખાનગી ટ્યુશન સંચાલક પરીક્ષાને લઈને કેટલીક ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યો છે. જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા શાંતેશ્વર મહાદેવ વિસ્તારના ભવાની નગરમાંથી નકલી પ્રમાણપત્રોની સાથે તેને બનાવવાના સાધનો સાથે 44 જેટલા નકલી પ્રવેશપત્રો મળી આવ્યાં હતાં. જેને લઈને પોલીસે મુખ્ય આરોપી રાજેશ ખાંટની સાથે અન્ય 2 ઈસમોને ઝડપી પાડયાં હતાં.