જૂનાગઢ: જિલ્લાના માંગરોળના વેરાવળ રોડ પર આવેલા ઉદ્યોગનગર વિસ્તારમાં 15 વર્ષીય તરુણી કિંજલ સુરેશ મકવાણા પોતાના ઘરના રસોડામાં દુપટાને બાંધી ગળોફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવી હતી. જેમાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા 108 સ્ટાફે આવી ચેક કરતા તરુણીને મૃત જાહેર કરી હતી.
માંગરોળમાં 15 વર્ષીય તરુણીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધ - કિંજલ સુરેશ મકવાણાએ ગળોફાસો ખાઈ કરી આત્મહત્યા
જૂનાગઢ જિલ્લાના માંગરોળના વેરાવળ રોડ પર આવેલા ઉદ્યોગનગર વિસ્તારમાં 15 વર્ષીય તરુણી કિંજલ સુરેશ મકવાણાએ પોતાના ઘરના રસોડામાં દુપટાને બાંધી ગળોફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જેની તપાસ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળ
108 સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટાફને જાણ કરવામાં આવતા માંગરોળ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી પંચનામું સહિતની કાર્યવાહી પૂર્ણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.