- કાચા કામના 14 કેદીઓ થયા કોરોના સંક્રમિત
- માંગરોળ સબ જેલના 14 કેદીઓ કોરોના સંક્રમિત થયા
- એક સાથે 14 કેદીઓ સંક્રમિત થતા પોલીસ તંત્રમાં પણ હડકંપ
જૂનાગઢઃ સમગ્ર રાજ્યમાં કોરોના ભારે કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે પાછલા એક અઠવાડિયાથી જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યા છે. મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લા માટે વધુ એક માઠા સમાચાર કહી શકાય તેવા અહેવાલો મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલી સબ જેલમાં કાચા કામના એક સાથે 14 કેદીઓના રિપોર્ટ કોરોના સંક્રમિત આવતા તંત્રમાં પણ હડકંપ મચી ગઇ છે. પોઝિટિવ આવનાર તમામ 14 કાચા કામના કેદીઓને જૂનાગઢ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક સાથે 14 કેદીઓ કોરોના પોઝિટિવ
એક સાથે 14 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા પોલીસ અને જેલ તંત્રમાં પણ હડકંપ મચી ગઇ હતી. સંક્રમિત આવેલા તમામ કેદીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર આપવામાં આવશે. જે પ્રકારે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે હવે કોરોના વાઇરસ જેલ સુધી પણ પહોંચી ગયો છે. જે ચિંતાનો વિષય છે.