ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પૂર્ણ

જૂનાગઢમાં 13મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાત અને હરિયાણાના સ્પર્ધકોનો દબદબા સાથે રવિવારે સ્પર્ધા પૂર્ણ થઇ હતી. સિનિયર અને જુનિયર સ્પર્ધાઓમાં મહિલા અને પુરુષ વિભાગમાં ગુજરાતના સ્પર્ધકોએ મેદાન માર્યું હતું.

Junagadh
જૂનાગઢ

By

Published : Feb 9, 2020, 4:48 PM IST

ગુજરાતના દોડવીરોને આ વર્ષે હરિયાણાના સ્પર્ધકોથી ખૂબ જ નજીકની કહી શકાય તેવી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અંતે ગુજરાતના સ્પર્ધકો સ્પર્ધામાં પ્રથમ ક્રમ જાળવી રાખવા માટે સફળ રહ્યાં હતા.

જૂનાગઢમાં 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા સમાપ્ત થઇ

રવિવારે જૂનાગઢના ગિરનાર અને આંબા માટે સમગ્ર દેશમાંથી આવેલા 503 જેટલા સ્પર્ધકોએ રવિવારે સવારે ગિરનારને આંબવા દોટ મૂકી હતી. જેમાં ગુજરાત અને હરિયાણાના સ્પર્ધકોએ આ વખતે મેદાન માર્યું હતું. જૂનિયર અને સિનિયર પુરુષ અને સિનિયર મહિલા વિભાગમાં ગુજરાતના સ્પર્ધકોએ મેદાન માર્યું હતું. જૂનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તમાસી સિંહ આ વખતે ગુજરાતના સ્પર્ધકોને પાછળ રાખવામાં સફળ રહ્યાં હતા

જૂનાગઢમાં 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા સમાપ્ત થઇ
જૂનાગઢમાં 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા સમાપ્ત થઇ

પુરુષના સિનિયર વિભાગમાં પરમાર લાલો બ્રિજેન્દ્ર કુમાર અને સોલંકી અનીલ અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા ક્રમે સ્પર્ધાને પૂર્ણ કરવામાં સફળ રહ્યાં હતા. બીજી તરફ સિનિયર મહિલા વિભાગમાં ભૂમિકા જાખર પ્રિન્સી અને ગરચર વાલી અનુક્રમે પ્રથમ દ્વિતીય ક્રમે વિજેતા રહ્યાં હતા.

જુનિયર ભાઈઓની સ્પર્ધામાં નિષાદ લલિત સંદીપ કુમાર અને રામ જય કુમાર અનુક્રમે પહેલા બીજા અને ત્રીજા ક્રમે રહ્યાં હતા. તેવી જ રીતે જુનિયર મહિલાઓમાં તમાસી સિંહ ઋતુરાજ અને કઠુરીયા સાયરા અનુક્રમે પહેલા બીજા અને ત્રીજા ક્રમના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યાં હતા. ઉપરોક્ત તમામ વિજેતાઓને જૂનાગઢના અગ્રણીઓ દ્વારા રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલી ઇનામ રાશિ અને પારિતોષિતથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

આ સ્પર્ધામાં પ્રથમ વખત આધુનિક ટેકનોલોજીનો સહારો લઈને સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ પ્રયાસે જ જિલ્લા રમત-ગમત વિભાગને સફળતા મળી હતી. જેને લઇને આગામી વર્ષોમાં પણ આ સ્પર્ધાને સંપૂર્ણપણે ડિઝિટલ લાઈજેશનના માધ્યમથી જોડીને વધુ સચોટ અને પરિણામ લક્ષી બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details