ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબલી ડેમ ઓવરફ્લો થતા કેશોદ તાલુકાના 13 ગામોને એલર્ટ કરાયા

જૂનાગઢઃ વંથલી તાલુકાના ખોરાસા નજીક આવેલ સાબલી ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યુ છે. સાબલી ડેમના પાંચ દરવાજા ખોલી નખાયા છે. કેશોદ તાલુકાનાં 13 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે.

dam

By

Published : Sep 8, 2019, 1:51 PM IST

ડેમ ઓવરફ્લો થતાં કેશોદ તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છેે. જેમાં ડેરવાળા, મઘરવાડા, માણેકવાડા જોનપુર, બાલાગામ, બામણાસા, સુત્રેજ, પંચાળા, સરોડ, પાડોદર, મુળીયાસા, મઢડા અને અખોદર સહિતના ગામોના એલર્ટ કરાયા છે.

જુનાગઢ કેશોદ તાલુકાનાં 13 ગામને એલર્ટ કરાયા

જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે તમામ નદીઓ ઓવરફ્લો થઈને સપાટી કરતાં ઉપર પહોંચી રહી છે. જેના પગલે તમામ નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાણી સંગ્રહના ડેમો ઓવરફ્લો થતાં બારા ખોલવામાં આવી રહ્યા છે. વંથલી તાલુકામાં આવેલ સાબલી ડેમ ઓવર ફ્લો થતા ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેના કારણે કેશોદ તાલુકાના 13 ગામોને એલર્ટ કરાયા છે અને આ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તંત્રએ સૂચિત કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details