કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હાર્દિક પર થયેલા હુમલાની કરી ટીકા - gujaratinews
જામનગર: શહેરમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં એક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. કૃષિ પ્રધાન રૂપાલા દ્વારા આ યુવા સંમેલન સાંસદ પૂનમ માડમ અને રાઘવજી પટેલના ચૂંટણી પ્રચાર માટે યોજવામાં આવ્યું હતું.
![કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હાર્દિક પર થયેલા હુમલાની કરી ટીકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3055488-thumbnail-3x2-rupalajamnagar.jpg)
પરસોત્તમ રૂપાલા
સાથે જ આ યુવા સંમેલનમાં આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. શહેરના આ બંને ઉમેદવારોની જંગી બહુમતીથી જીત મેળવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી.
કૃષિ પ્રધાનની અધ્યક્ષતામાં યુવા સંમેલન યોજાયું