જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી 35 વર્ષીય યુવક દીપેશે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ત્યારે પોસ્ટમાર્ટમ માટે મૃતદેહને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસે વધુ એક યુવકનો ભોગ લીધો - GUJARAT
જામનગરઃ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહયો છે, ત્યારે વધુ એક વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ પરિવારજનોએ માંગ કરી છે કે, જ્યાં સુધી વ્યાજખોરોને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ.
JMR
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પગલુ ભરતા પહેલા દીપેશે સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં પાંચ જેટલા વ્યાજખોરના નામનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પરિવારજનો તથા સતવારા સમાજના લોકો એકત્ર થઈ અને માંગ કરી છે કે, જયાં સુધી પરિવાર પર અવાર નવાર ત્રાસ ગુજારનાર તથા દીપેશ નકુમને મરવા મજબુર કરનારા વ્યાજખોરો ને ઝડપી લેવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ.