ગુજરાત

gujarat

ETV Bharat / state

જી જી હોસ્પિટલમાં વર્ષોથી કાર્યરત બ્લડ બેન્ક ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ - Gujarat

જામનગર: 14મી જૂન વિશ્વ રક્તદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી બ્લડ બેન્ક આવેલી છે. જી જી હોસ્પિટલમાં આવેલી બ્લડ બેંકમાં હજારોની સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કરવા આવે છે.

જી જી હોસ્પિટલમાં વર્ષોથી કાર્યરત બ્લડ બેન્ક ગરીબ દર્દીઓ માટે બન્યું આશાનું કિરણ

By

Published : Jun 15, 2019, 2:01 AM IST

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી.હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. આ દર્દીઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં જઈ શકતા નથી. તેના કારણે તેમને જી.જી.હોસ્પિટલમાં જ બ્લડ મળી રહે તેવા ઉદ્દેશથી વર્ષો પહેલા આ બ્લડ બેંક શરૂ કરવામાં આવી હતી.

જી જી હોસ્પિટલમાં વર્ષોથી કાર્યરત બ્લડ બેન્ક ગરીબ દર્દીઓ માટે બન્યું આશાનું કિરણ

જામનગરમાં હોસ્પિટલમાં આવેલી બ્લડ બેન્ક મારફતે હજારો થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ પૂરું પાડવામાં આવે છે. આ બ્લડ બેન્ક ખાસ કરીને ગરીબ દર્દીઓને તેમ જ પ્રેગનેટ મહિલાઓને તાત્કાલિક બ્લડ મળી રહે તે માટે કરવામાં આવે છે.

વિશ્વ રકતદાતા દિવસ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફર્સ્ટ તેમજ સેકન્ડ અને થર્ડ યરમાં અભ્યાસ કરતાં MBBSના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી કરી હતી.

વાયુ વાવાઝોડાનું સંકટ જામનગર પર તોળાઈ રહ્યું છે ત્યારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવેલી સરકારી બ્લડ બેંક મારફતે બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે અને સંકટ સમયે આ બ્લડ દર્દીઓને આપવામાં આવે તેઓ ઉમદા હેતુ છે.

જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તાત્કાલીક બ્લડ મળી રહે તેવા ઉદેશથી શરૂ કરવામાં આવેલ બ્લડ બેન્ક ગરીબ દર્દીઓ માટે આશાની કિરણ બની છે. જો કે બ્લડ બેન્કમાં ફરજ બજાવતા ડો.સ્વેતા ઉપાધ્યાયએ લોકોને અપીલ કરી છે કે જી જી હોસ્પિટલમાં આવેલ બ્લડ બેન્કમાં વધુમાં વધુ લોકોએ બ્લડ ડોનેશન કરવું જોઈએ જેથી ગરીબ લોકોને તાત્કાલિક બ્લડ મળી રહે.

ABOUT THE AUTHOR

...view details