ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરાયું - વિદ્યાર્થીનીઓ

જામનગર: રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નને વેગવાન બનાવવાના ભાગરૂપે 1 ઓગસ્ટ 2019 થી 14 ઓગસ્ટ 2019 સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયુ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરાયું

By

Published : Aug 2, 2019, 12:35 PM IST

આ રેલીને ડી.વાઈ.એસ.પી સૈયદ અને ટ્રાફિક પી.આઈ. કે.કે. બુવડે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. સર્કીટ હાઉસ ખાતેથી સીટી એ ડીવી., સીટી બી ડીવી., સીટી સી ડીવી, બેડી મરીન પંચકોષી એ ડીવી તથા પંચકોષી બી ડીવી.ના એસ.પી.સી.ના તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તથા હોમગાર્ડની મહિલા સભ્યો તથા એનસીસીની મહિલા કેડેટ ઉપરાંત સ્થાનિક ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.

જામનગરમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરાયું

આ રેલી લાલ બંગલા સર્કિટ હાઉસ ખાતેથી નિકળી આયુર્વેદ યુનિવર્સીટી કેમ્પસ ખાતે પહોચી હતી. ત્યાર બાદ પી.એમ.મેહતા ઓડીટોરીયમમાં “મહિલા સુરક્ષા દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓને સુરક્ષાલક્ષી તેમજ આત્મરક્ષણ કૌશલ વધે તે અંગે ડીવાઈએસપી સૈયદ, ટ્રાફિક પી.આઈ. કે.કે.બુવડ અને મહિલા અને બાળ અધિકારી ચંદ્વેશભાઈ ભાંભીએ માર્ગદર્શન આપ્યું હતુ. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ, સ્ટુડન્ટ પોલીસ કેડેટની બાળાઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રેક્ષાબેન ભટ્ટે કરેલ હતુ.

ABOUT THE AUTHOR

...view details