ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં કોંગ્રેસ મહિલા મોરચાનો માથે તપેલા બાંધી RTO કચેરી ખાતે અનોખો વિરોધ

જામનગર: કેન્દ્ર સરકાર નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યાં બાદ ગુજરાત સરકારે થોડા સુધારા કરી તેને લાગુ કર્યો હતો. ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ આ કાયદોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગર મહિલા મોરચા દ્વારા આરટીઓ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માથે તપેલા બાંધી મહિલા મોરચાની મહિલાઓ આરટીઓ કચેરી પહોંચી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદશન કર્યુ હતું.

congress

By

Published : Sep 26, 2019, 5:47 AM IST

રાજ્યમાં જ્યારથી RTOના નવા નિયમ લાદવામાં આવ્યા છે, ત્યારથી વિરોધ પણ થઈ રહ્યો છે. જામનગર કોંગ્રેસ મહિલા પ્રમુખ સહિતની મહિલાઓ બુધવાર સવારે 11 વાગ્યે RTO કચેરીએ પહોંચી હતી અને વિરોધ નોધાવ્યો હતો. ખાસ કરીને હેલ્મેન્ટ અને દંડથી સામાન્ય માણસો મુશ્કેલી અનુભવીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓ પણ RTOના કાયદાનો વિરોધ કરી રહી છે. કારણ કે, નાના ભૂલકાઓને સ્કૂલે મુકવા જવા ત્રિપલ સવારીની મનાઈના કારણે મહિલાઓ વિરોધ કરી રહી છે. માથે તપેલા મૂકી મહિલાઓ RTO કચેરીએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.અને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે. તે સામાન્ય માણસોને પરવડે તેમ નથી.

જામનગરમાં કોંગ્રેસ મહિલા મોરચાનો માથે તપેલા બાંધી RTO કચેરી ખાતે અનોખો વિરોધ

ABOUT THE AUTHOR

...view details