જામનગર: પ્રાથમિક સુવિધાના મળતા કમિશનર ઓફિસ સામે મહિલા કોર્પોરેટરના ધરણા - Primary Facility
જામનગરમાં વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકામાં કમિશનર ઓફિસની સામે ધરણા શરૂ કર્યાં છે. વોર્ડ નંબર 11મા સ્થાનિકોને પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાનો મહિલા કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.
કમિશનર ઓફિસની સામે ધરણાં
જામનગર: શહેરના વોર્ડ નંબર 11મા LED લાઈટ તેમજ રોડ-રસ્તા અને ગટર જેવા પ્રશ્નોને લઈને સ્થાનિકોએ અવાર-નવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ નહીં આવતાં આખરે વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકામાં કમિશનર ઓફિસની સામે ધરણા યોજી વિરોધ કર્યો છે.