જામનગર શહેરમાં આવેલા અજિતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમાં સૌપ્રથમ વાર મહિલા ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ અંગે
સહકારી ક્ષેત્રના પ્રમુખ શીતલબેન શેઠના હસ્તે આ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મહિલા કોર્પોરેટરો અને વિવિધ ક્ષેત્રમાં આગળ વધેલા મહિલાઓએ પણ હાજરી આપી હતી. મહત્વનું છે કે, પ્રથમ વુમન્સ કપનું આયોજન મહિલાઓ સંચાલિત છે.
વુમન્સ કપમાં દીવ, દમણ, પોરબંદર, ભાવનગર, ગાંધીધામ અને જામનગર આમ તમામ શહેરમાંથી 2 ટીમોએ આ વુમન્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.
જામનગરમાં યોજાઇ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તો આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ જામનગર અને દમણ વચ્ચે રમાશે.
મહત્વનું છે કે, વુમન્સ શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને વુમન્સ IPLમાં તક મળે તેવી શક્યતાઓ છે. તો હાલ ઇન્ગલેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થયો છે. તો જામનગરમાં પ્રથમ મહિલા ક્રિકેટ કપની શરૂઆત થઇ છે. જો કે જામનગરની ભૂમિ પહેલાથી જ ક્રિકેટરોની ભૂમિ તરીકે ઓળખવામાં આવી છે. કારણ કે આ ભૂમિએ દેશને સલિમ પુરાણી થી રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ક્રિકેટરો આપ્યા છે.