- ધારાસભ્ય વિક્રમ માડમે કરી રજૂઆત, યુવાઓને આપો વેક્સિન઼
- ગુરૂ ગોવિદસિંઘ હોસ્પિટલમાં આપવામાં આવશે MRI મશીન
- 18થી 44 વર્ષના યુવાનોને રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી
જામનગરઃ સરકાર દ્વારા હોસ્પિટલને મશીન ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ અંગે ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પત્રકાર પરિષદ યોજી પોતાની રજૂઆતને મળેલી સફળતા અંગે વિગતો જાહેર કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.
આ પણ વાંચોઃGujarat Vaccination Update : એપોલો હોસ્પિટલ દ્વારા આજથી વેક્સિનેશન ડ્રાઇવ થ્રુ શરૂ
રસીકરણ શરૂ નહિ કરાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવશે
વિક્રમભાઈ માડમે વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો દેવભૂમિ દ્વારકામાં 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણની કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવશે.