ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત-ચીનમાં કોણ ચડિયાતું? જાણો શું કહે છે પૂર્વ એર કોમોડોર સુરેન્દ્રસિંહ ત્યાગી...!!! - પૂર્વ એર કમાન્ડર સુરેન્દ્રસિંહ ત્યાગી

પૂર્વ એર કોમોડોર સુરેન્દ્રસિંહ ત્યાગીએ ભારત અને ચીનમાં કોણ ચડિયાતું છે. તે બાબતે માહિતી આપી હતી. ગલવાન ઘાટી પર વડાપ્રધાને સંબોધન કરી સેના જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ બાબતે પૂર્વ સેના અધિકારીઓ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સુરેન્દ્રસિંહ ત્યાગી
સુરેન્દ્રસિંહ ત્યાગી

By

Published : Jul 3, 2020, 8:30 PM IST

જામનગરઃ શુક્રવાર દેશના વડાપ્રધાન લેહની મુલાકાત લીધી હતી. ખાસ કરીને ગલવાન ઘાટી પર વડાપ્રધાને સંબોધન કરી સેના જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ બાબતે પૂર્વ સેના અધિકારીઓ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જામનગરના પૂર્વ એર કમોડોર સુરેન્દ્રસિંહ ત્યાગીએ આજની તારીખે ચીનના સેના જવનો કરાતા ભારતીય સેના જવાનો કેટલા ચડિયાતા છે તે જણાવ્યું છે.

ભારત-ચીનમાં કોણ ચડિયાતું? જાણો શું કહે છે પૂર્વ એર કમાન્ડર સુરેન્દ્રસિંહ ત્યાગી...!!!

આ બાબતે ભારતનું માનવું છે કે, મે 2020થી ચીનની સેના તે વિસ્તારમાં ભારતીય સેનાની સામાન્ય અને પરંપરાગત પેટ્રોલિંગમાં અડચણો ઊભી કરી રહ્યું છે. મેના મધ્યમાં ચીની પક્ષે LACમાં દબાણ કરવાના પ્રયત્નો કર્યા હતા. ત્યારે પણ ચીનને ભારત તરફથી મોઢાની ખાવી પડી હતી.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાઃ ગલવાન ઘાટી ચીનનો ભાગ છે અને ભારત ત્યાં જબરજસ્તી રોડ બનાવી રહ્યું છે. 15 જૂનની ઘટના માટે પણ ભારત જવાબદાર છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવઃ ગલવાન ઘાટીને લઈ ઐતિહાસિક રીતે સ્થિતી હંમેશા સ્પષ્ટ રહી છે. ત્યારે હવે ચીની પક્ષ ત્યાં LAC વિશે વધારીને પોતાનો દાવો કરી રહ્યા છે. જે અમને ક્યારેય મંજૂર નથી. ભારતીય સેના ભારત અને ચીનના સરહદી વિસ્તારોમાં આવતા તમામ સેક્ટરો વિશે માહિતગાર છે, જેમાં ગલવાન ઘાટી પણ આવી જાય છે. ભારતીય સેના ક્યારેય પણ LAC પાર કરવાની કોશિશ કરી નથી. ભારતીય સેના ત્યાં લાંબા સમયથી પેટ્રોલિંગ કરી રહ્યું છે, તથા ત્યાં ઈન્ફાસ્ટ્રક્ટર બનાવવાનું કામ ભારતીય વિસ્તારોમાં થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત ચીન વચ્ચે ટકરાવને ધ્યાનમાં રાખીને ભારતને ફ્રાન્સ 6 રાફેલ વિમાન જુલાઈ મહિનામાં જ આપી દેશે. 27 જુલાઈએ 6 રાફેલ વિમાનોનુ ભારતમાં આગમન થશે. જેનું લેન્ડિંગ જામનગરમાં થશે. આ બાબતે ગુરૂવારે પૂર્વ એર કમોડોર સુરેન્દ્રસિંહ ત્યાગી માહિતી આપી હતી.

ફ્રાન્સ ભારતને 6 રાફેલ વિમાન જુલાઈ મહિનામાં આપશે

  • 27 જુલાઈએ 6 રાફેલ વિમાનોનુ ભારતમાં થશે આગમન
  • વિમાન પ્રતિ કલાક 1000 કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે
  • જામનગરમાં તેનુ લેન્ડિગ થશે

ABOUT THE AUTHOR

...view details