જામનગર: નોવેલ કોરોના વાઈરસ(કોવિડ-19)ની મહામારીને નાથવા સમગ્ર ભારતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર ખાતે એક પ્રેરણાદાયી પ્રસંગ ઉજવાયો હતો. જેમાં જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલાના સુપુત્ર હર્ષવર્ધનસિંહ ઝાલા તથા રૂષિરાજસિંહ હિંમતસિંહ ચુડાસમાના સુપુત્રી ઈશ્વરબા ચુડાસમાના લગ્ન આશરે 20 વ્યકતિઓની હાજરીમાં યોજાયા હતા.
જામનગર: સોશિયલ ડિસ્ટસિંગ સાથે લગ્ન સંપન્ન, પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત - અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ
જામનગર ખાતે સોશિયલ ડિસ્ટસિંગ સાથે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા આ લગ્નમાં ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.
લોકડાઉનમાં લગ્ન
ઉપસ્થિત 20 મહેમાનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. તેમજ નવદંપતિ સહિતના દરેક વ્યક્તિઓએ માસ્ક પહેરી લગ્ન વિધી સંપન્ન કરી હતી. આ લગ્ન પ્રસંગમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.
અન્ય નાગરિકો માટે પ્રેરણાદાઈ આ લગ્નોત્સવને બિરદાવ્યો હતો. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના બિપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર તથા શહેર અગ્રણી નરેન્દ્ર સોની ઉપસ્થિત રહ્યાં હતા.