વસંત પંચમીનું શુભ મુહૂર્ત હોવાથી મોટા ભાગના લોકો વસંત પંચમીનાં દિવસે જ લગ્ન કરવાનું ઈચ્છતા હોઈ છે. જામનગરમાં 27 જેટલી સતવારા સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આમ તો સમૂહ લગ્નથી ખર્ચ પર કાપ આવે છે સાથે-સાથે સમાજમાં એક સારો મેસેજ જાય તેવા ઉદ્દેશથી સતવારા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે.
જામનગરમાં સતવારા સમાજની 27 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા - Satwara society
જામનગર: વસંત પંચમીના શુભ દિવસે સૌરાષ્ટ્રમાં 4 હજાર જેટલા લગ્નનું આયોજન થયું છે. ત્યારે જામનગરમાં ગુલાબનગરમાં સતવારા સમાજની વાડીએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. સતવારા સમાજ દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.
સમૂહ લગ્નનું આયોજન
તમામ 27 દીકરીઓને સતવારા સમાજ દ્વારા કરિયાવર આપવામાં આવ્યો હતો. તેમજ સમાજનાં તમામ લોકોનું સમૂહ ભોજન પણ રાખવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં આવ્યા હતા. તો સ્થાનિક ધારાસભ્ય વલ્લભ ધરાવીયા પણ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજનાં આગેવાનો સંતો મહંતો પણ આશિર્વાદ આપવા આવ્યા હતા.