- જામનગરમાં હથિયારનો જથ્થો મળી આવ્યો
- LCB પોલીસે મોટી ગોપના પાટીયા પાસે વોચ ગોઠવી
- 11 પિસ્તોલ સાથે 2 આરોપીને ઝડપી પાડયા
જામનગર : શહેરમાં હથિયારનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પૂર્વે જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચે 11 પિસ્તોલ સાથે 2 આરોપીને ઝડપી પાડયા હતા. તો આજ રોજ વધુ 7 જેટલી પિસ્તોલ સાથે 2 શખ્સો ઝડપાયા છે.
જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચે મનસુખ કારેણાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, તેમણે યૂટ્યુબમાં હથિયાર બનાવવાનો વીડિયો જોયો હતો અને ત્યારબાદ હેનડીકેપ વ્યક્તિ વાપરી શકે તેવું એક હથિયાર પણ તેમને બનાવ્યું હતું. આરોપી મનસુખ કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ હથિયાર આપ્યા હોવાનું બહાર આવ્યું છે.જોકે, મનસુખ કારેણા છેલ્લાં ઘણા સમયથી સુરત રહેતો હતો. જ્યારેે આ તમામ હથિયાર હાથ બનાવટના હોવાનું બહાર આવ્યું છે.