ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ધોમધખતા તાપ અને કાળજાળ ગરમીમાં પાણી માટે વલખા મારે છે ગ્રામજનો - ETV Bharat

જામનગરઃ જિલ્લામાં ગત વર્ષે ચોમાસામાં અપૂરતો વરસાદ થવાથી ઉનાળા પહેલા જ જિલ્લાના મોટાભાગના જળાશયો તળિયાજાટક થતાં પાણીની  સમસ્યા ઉદ્બભવી રહી છે. જિલ્લાના મોટાભાગના ગામડામાં પાણીના મોકાણની શરૂઆત થઈ ચુકી છે. તેમજ ગામડામાં પાણીના લીધે શેરીયુધ્ધની શરૂઆત ચોક્કસ થઈ ચુકી છે.

જામનગરમાં ધોમધખતા તાપ અને કાળજાળ ગરમીમાં પાણી માટે વલખા મારે છે ગ્રામજનો

By

Published : Apr 28, 2019, 12:58 PM IST

જિલ્લામાં પાણીની સ્થિતિ દિન પ્રતિદિન કપરી બની છે. આ સ્થિતિમાં સ્થાનિક જળાશયો તળિયાઝાટક થતાં જિલ્લાના 10 ગામ અને 24 પરા ટેન્કર ભરોસે થયા છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરરોજ 36 ટેન્કરના 80 ફેરા કરી ગામના સંપ, ટાંકા સહિત અલગ અલગ સ્થળે જરૂરિયાત મુજબ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જિલ્લાના મોટાલખિયા, ચારણતુંગી, મોડપર, જાસાપર, વાણિયાવાગડિયા, ભંગડા, જેવા અનેક ગામોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણીની મોકાણ વચ્ચે ETV ભારતની ટીમ દ્વારા જામનગર નજીક આવેલા દરેડ ગામની મુલાકાત લેવામાં આવી હતી.

જામનગરમાં ધોમધખતા તાપ અને કાળજાળ ગરમીમાં પાણી માટે વલખા મારે છે ગ્રામજનો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાં 80 મકાન આવેલા છે. જેની વચ્ચે એકાંતરે એક-એક ટેન્કર આપવામાં આવે છે અને તે પણ અધૂરા ટાંકા ભરેલા હોય છે. ગામની વસ્તી વધારે અને સામે પાણી ઓછું આવવાના કારણે ગામમાં પાણીનું ટેન્કર આવે છે, ત્યારે પાણી ભરવા માટે ગ્રામજનોમાં શેરી યુધ્ધ ફાટી નીકળે છે. પાડોશી જ પોતાના પાડોશીનો દુશ્મન બની ગયો છે, ત્યારે જામનગર પાણી પુરવઠા વિભાગ સબ સલામતના દાવાઓ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details