જામનગરમાં જળબંબાકાર, શહેરીજનો રણજીતસાગર ડેમ જોવા ઉમટ્યા - રણજીતસાગર ડેમ
જામનગરઃ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરનું આગમન થયું છે. એક જ રાતમાં ડેમમાં 16 ફૂટ પાણી ભરાયું હોવાથી શહેરીજનો નજારો માણવા ડેમ પર ઉમટ્યા હતા.
heavy rainfall in jamanagar
વરસાદને પગલે જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. ત્યારે શહેરન જીવાદોરી રણજીતસાગર ડેમ તરફ જતો બેઠો પુલ બે કાંઠે વહી રહ્યો હતો. દરેડમાં આવેલું પ્રખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર પણ અડધું ડૂબી ગયું હતું. જેથી ચેકડેમને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.