ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં રખડતા ઢોર બન્યા માથાના દુખાવા સમાન - જામનગરમાં રખડતા ઢોર બન્યા માથાના દુખાવાસમાન

જામનગરઃ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસના લીધે સમગ્ર શહેરીજનો છેલ્લા ઘણા લાંબા સમયથી પરેશાન છે. આ અન્વયે વિપક્ષી નગરસેવક દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ગાઢ નિદ્રામાં સુતુ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. રખડતા ઢોર ને કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જામનગરમાં રખડતા ઢોર બન્યા માથાના દુખાવાસમાન

By

Published : Oct 22, 2019, 11:19 AM IST

જામનગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન એક વણ ઉકેલાયેલી સમસ્યા બની છે. અવાર નવાર આ રખડતા ઢોર જાહેરમાર્ગો રોડ રસ્તા પર બેઠા હોય છે, જેના લીધે શહેરમાં અકસ્માતો સર્જાયા છે. તો અમુક લોકોને તો પોતાની જિંદગી પણ ગુમાવી પડી છે. મહાનગર પાલિકાનું તંત્ર કાગળ પર રખડતા ઢોરને પકડી અને ઢોરના ડબ્બામાં મૂકી આવવાના આંકડાઓ તો વારંવાર બતાવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ હોય છે. જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ નવું જાહેરનામું બહાર પાડી સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં નિંભર તંત્ર પાછું પડ્યું છે.

જામનગરમાં રખડતા ઢોર બન્યા માથાના દુખાવાસમાન
બીજી તરફ આ મુદ્દાને ધ્યાને લઇ વિપક્ષના નગરસેવક દેવશી ભાઈ આહીર દ્વારા મહાનગરપાલિકાના શાસક પક્ષ તેમજ અધિકારીઓને વારંવાર આ મુદ્દે રજૂઆતો કરી છે, સાથે સાથે અનેક અનેક કાર્યક્રમો તેમજ વિરોધ પણ કર્યો છે. છતાં જાહેર રસ્તાઓ પર બેઠેલા રખડતા ઢોર મહાનગરપાલિકાની કાર્યવાહીની સાક્ષી પૂરે છે. ઢોરના ડબ્બામાં મોકલાયેલ ઢોરની પણ સ્થિતિ અત્યંત ભયજનક છે અને અત્યાર સુધીમાં કુલ એકવીસ સોથી વધુ ગૌવંશના મૃત્યુ પણ થઇ ચુક્યા છે. ત્યારે આ અન્વયે મહાનગરપાલિકા કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી નગરસેવક દ્વારા માંગ કરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details