જામનગરઃ જિલ્લામાં અનેક પરંપરાગત અને પ્રાચીન સ્થાપત્યો મંદિરો આવેલા છે. જે ભારતભરમાં પ્રખ્યાત છે તેમાંનું એક જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલું સ્વામી ચીતાનંદજી મહારાજનું મંદિર છે.
જામનગરમાં બિરાજમાન હજારેશ્વર મહાદેવ, એક હજાર શિવલિંગના દર્શન કરો હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે. તે પાછળનું કારણ અહીં ભગવાન શિવની 1000 શિવલિંગ આવેલું છે ગુજરાતનું એકમાત્ર મંદિર છે. ઉપરાંત મંદિર ઘણું પ્રખ્યાત હોવાથી તેનું ઘણું મહાત્મ્ય છે.
આ મંદિરની પૂજા વર્ષોથી જ એક પેઢીના પરિવાર દ્વારા કરવામાં આવે છે. હવે આ મંદિરની પૂજા રસીલાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહી છે.
જામનગરમાં બિરાજમાન હજારેશ્વર મહાદેવ, એક હજાર શિવલિંગના દર્શન કરો શ્રાવણ મહિના માહી ભક્તોની ભારે ભીડ એકઠી થાય છે. મંદિરમાં એક સાથે હજારો શિવલિંગ હોવાથી અહીં દેશ-વિદેશના પ્રવાસીઓ પણ પૂજા અર્ચના કરવા આવે છે. જામનગરમાં બિરાજમાન હજારેશ્વર મહાદેવ, એક હજાર શિવલિંગના દર્શન કરો ચિતાનંદ સ્વામીએ હજારેશ્વર મંદિરમાં બંને હાથમાં શિવલિંગ ઊંચકી અને સતત બાર વર્ષ સુધી અન્ન જળ ત્યાગ કરી તપ કર્યુ હતું. મહાદેવની આરાધના અને ભક્તિથી ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થયા અને ત્યારબાદ સ્વામી ચિતાનંદજી સૌપ્રથમ ભુતનાથ મહાદેવની શિવલિંગની સ્થાપના કરી હતી .ત્યારબાદ નાની મોટા 1000 શિવલિંગની સ્થાપના કરાઈ હતી.
મંદિરમાં શિવલિંગ ઉપરાંત પૂર્ણ માતાજી અંબે મા અને મહાકાળીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.