ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના મોટી ગોપ પંથકમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો બન્યા ચિંતાતુર - Jamnagar samachar

જામનગરના મોટી ગોપ પંથકમાં બરફના કરા સાથે કમોસમી વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં પોતાના પાક અને પંથકમાં વધી રહેલા કોરોના કેસને લઈને ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.

જામનગરના મોટી ગોપ પંથકમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ
જામનગરના મોટી ગોપ પંથકમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ

By

Published : Apr 22, 2021, 5:28 PM IST

  • કોરોનાના કહેર વચ્ચે જામનગરમાં કમોસમી વરસાદી ઝાપટું
  • વરસાદથી ખેડૂતોમાં પાકને નુક્સાન અંગે ચિંતા
  • કમોસમી વરસાદ અને વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે ચિંતા

જામનગર: એક તરફ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. ત્યારે જામનગરના મોટી ગોપ પંથકમાં કોરોના મહામારી વચ્ચે બરફના કરા સાથે વરસાદી ઝાપટું પડતા પંથકના ખેડૂતો પાકના નુક્સાન અને વધી રહેલા કોરોના કેસને લઈને ચિંતાતુર બન્યા છે.

જાણો શું કહે છે સરપંચ?

મોટી ગોપ ગામના સરપંચે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, હાલ ગામમાં 11 પોઝિટિવ કેસ છે. આ વચ્ચે વરસાદ આવતા હવે કેસ વધશે કે કેમ? તેને લઈને ગ્રામજનો ચિંતામાં મૂકાયા છે. આ અંગે ડિઝાસ્ટર વિભાગને પૂછવામાં આવતા તેમને કોઈ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details