જામનગર: કુદરતની અકળ લીલાનો પરચો જામનગરમાં કમોસમી વરસાદના રુપમાં સાક્ષાત્કાર કરાવી રહ્યો છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. ગઈકાલે લાલપુર તાલુકાના અનેક ગામડાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે નદીઓ પણ ગાંડીતૂર બની ગઇ હતી. બીજી બાજુ લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ભરઉનાળે નદી ગાંડીતુર બની હતી, તો રિલાયન્સની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે.આમ જામનગર પંથકમાં ભરઉનાળે નદીઓમાં પૂર આવ્યા છે.
ક્યાં પડ્યો વરસાદ જામનગર જિલ્લાના કાલાવડના નીકાવા, આણંદપર, વડાલા, પાતા મેઘપરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કાલાવડ પંથકના ઘણા ગામડાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે કાલાવડ તાલુકામાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોના ખેતરોમાં ઊભેલા ઘઉ, ચણા, મેથી, ધાણા જેવા પાકનો સોથ વળી ગયો છે. ત્યારે જગતના તાતની કુદરતના કેેરથી માઠી બેઠી છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાયો છે.
આ પણ વાંચો Unseasonal Rain: ભાવનગરમાં નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા ભરાયા પાણી
પાક નુકસાની સર્વે જામનગરમાં આજે પણ બપોર બાદ પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બાદમાં કાલાવડ પંથકમાં છૂટા છવાયા ઝાપટા પડ્યા છે. જામનગર પંચકમાં વરસાદ પડવાના કારણે ખાસ કરીને શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. જીરુ ,ઘઉં,રાયડો તેમજ અન્ય પાકને નુકશાન થયું છે. પાકમાં થયેલા નુકસાન અંગે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્વે કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે જે અનુસંધાને જામનગર જિલ્લા પંચાયતમાં સર્વે માટે કુલ છ ટીમ બનાવવામાં આવી છે.
કાલાવડ પંથકના ઘણા ગામડાઓમાં વરસાદ છ ટીમ બનાવવામાં આવીખેડૂતોના જણાવ્યા અનુસાર ઘઉંના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કારણ કે મોટાભાગના ઘઉં પાકી ગયા હતા અને તેના પર કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોની મોસમ ફેલ થઈ છે. સમગ્ર બાબતે ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે જામનગર પંથકમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તે અનુસંધાને કુલ છ ટીમ બનાવવામાં આવી છે અને આ છ ટીમ હાલ સર્વેની કામગીરી કરી રહી છે. જોકે કયા પાકમાં અને કયા ખેડૂતને કેટલું નુકસાન ગયું તે સર્વેમાં વિગતો બહાર આવશે.
આ પણ વાંચો Unseasonal rain in Rajkot : બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના માલને નુકસાન, આવો પાક પલળી ગ્યો
મહેનત પર પાણી ફરી વળ્યું અનેક જગ્યાએ વરસાદ પડવાના કારણે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામના ખેડૂત પરબતભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું કે કમોસમી વરસાદથી તેમની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેમણે 20 વીઘાના ઘઉંનું વાવેતર કર્યું હતું. જોકે પાક તૈયાર થયો હતો અને તૈયાર પાક પર આ કમોસમી વરસાદ ખાબક્યો છે. જેના કારણે વ્યાપક નુકસાન ગયું છે જોકે તાત્કાલિક ખેતીવાડી શાખા દ્વારા સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી તેઓ આશા રાખી રહ્યા છે.