જામનગર: હાલ કોરોનો વાઈરસ વૈશ્વિક મહામારી બની છે. ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા હજારોમાં છે. જામનગર જિલ્લામાં કોરોના વાઈરસના કુલ 92 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના 39 પોઝિટિવ લોકો સારવાર લઈ રહ્યા છે.
અનલોક-1 હોવા છતાં ગુજરાતનું એક શહેર સ્વંયભુ બંધ પાળી રહ્યું છે. જાણો કેમ...? - jamnagarnews
દિન-પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસનો આંકડાઓ વધી રહ્યા છે. કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવાથી રોકવા માટે દેશમાં લૉકડાઉનમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં અનલોક-1 ચાલી રહ્યું છે. છતાં લાલપુરવાસીઓ શહેરમાં સ્વયંભુ બંધ રાખી રહ્યા છે.
etv bharat
લાલપુર તાલુકામાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી તાલુકા પંચાયતની બેઠકમાં લાલપુરને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું લોકો સ્વયંભૂ પાલન કરી રહ્યાં છે. લાલપુરની તમામ બજારો હાલ સજ્જડ બંધ જોવા મળી રહી છે.
લાલપુરમાં સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધી વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખવાની નિયમ બનાવવામાં આવ્યો છે. જેનું લાલપુરવાસીઓ પાલન કરી રહ્યા છે અને બપોર બાદ તેમજ રાત્રીના સમયે લૉકડાઉનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે.