કર્મચારીઓએ રામ ધુન બોલાવી કર્યો વિરોધ જામનગર:જામનગર સહિત રાજ્યની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શૈક્ષણિક વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં સામે આવ્યા છે. ગત વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે આપેલ વચન પૂર્ણ ન થતા કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે. જેમાં જામનગરના રણમલ તળાવ ગેટ નં.2 સામે છાવણીમાં કર્મચારીઓ બેસ્યા હતા અને હાથમાં જુદા જુદા પ્લેકાર્ડ દર્શાવી રામધૂન બોલાવી હતી.
રામધૂન બોલાવી:વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યાં ગુજરાત નગરપ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા જામનગર રામધૂન કાર્યક્રમમાં રહ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં તળાવની પાળે જામનગર જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
'અમે સરકારને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. તેથી અમે આજે અહીંયા આ વિરોધ કરી રહ્યા છે. અમારી માંગ છે કે પડતર માંગણીઓને લઈને સરકાર તાત્કાલિક નિર્ણય લે. આજે 300 જેટલા કર્મચારીઓ અહીંયા આ પ્રદર્શનમાં જોડાયા છે.' -સરકારી કર્મચારીઓ
બેનર લગાવી વિરોધ પ્રદર્શન: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારીઓ દ્વારા અગાઉ પણ રાજ્ય સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ મૂકવામાં આવી હતી. ધરણા પર બેઠેલા કર્મચારીઓ હાથમાં વિવિધ બેનર લગાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જામનગર જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આ રામધૂન યોજવામાં આવી હતી.
- NSUI કાર્યકરો રસ્તા પર જ સુઈ જતા યુનિવર્સિટી રોડ બંધ કરવો પડ્ય
- Gmers Doctor Protest: વડોદરા GMERS ડોકટર એસો.દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન