જામનગરઃ રાજ્ય સરકાર દ્વારા અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાયેલી છે, છતાં પણ તેનું હજુ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. તો અમુક પરીક્ષાઓનું મેરીટ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જેના કારણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે.
જામનગરમાં બેરોજગાર યુવકોએ સ્પર્ધાત્મક પરીક્ષા તાત્કાલિક યોજવાની કરી માગ
હાલ કોરોનાની વૈશ્વિક મહામારી જોવા મળી રહી છે ત્યારે લોકડાઉનની અમલવારી પણ કરવામાં આવી હતી. જોકે અત્યારે અનલોક 1 ચાલી રહ્યું છે. ત્યારે બેરોજગાર વિદ્યાર્થીઓએ સોમવાર રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાની માંગ કરી છે.
જામનગરમાં બેરોજગાર યુવકોએ સ્પર્ધાત્મક પરીક્ષા તાત્કાલિક યોજવાની કરી માંગ
જામનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બેરોજગારી યુવક-યુવતીઓએ સોશિયલ ડિસ્ટન્સ ધ્યાનમાં રાખીએ આવેદનપત્ર પાઠવ્યું છે અને તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.
મહત્વ છે કે રાજ્યમાં સોમવારના રોજ બેરોજગાર યુવકો-યુવતીઓ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેદનપત્ર આપી સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાની માંગ કરી છે. જેમાં પાટણ, જામનગર અને ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદન આપવામાં આવ્યા છે.