અગાઉ જામનગરમાં વાલકેશ્વરીમાં ગોકુલ હોસ્પિટલ પાસે એક અજાણ્યા શખ્સે પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે નિશાએ રક્ષણ અને હથિયારના લાઇસન્સની માગણી કરી હતી.
ખંભાળીયા: બીટ કોઈન કેસ ચર્ચિત નિશા ગોંડલિયા પર બે રાઉન્ડ ફાયરિંગ - બિટકોઈન કેસ ચર્ચિત નિશા ગોંડલિયા
જામનગર: ખંભાળીયાથી બીટ કોઈનના કારણે ચર્ચામાં આવેલા નિશા ગોંડલિયા પર બે રાઉન્ડ ફાયરિંગ થયું છે. પોતાની કાર લઈ નિશા જામનગર આવી રહી હતી. જે દરમિયાન આરાધના ધામ પાસે અજાણ્યા શખ્સોએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમના માથા પર ગંભીર ઇજાઓથી થઇ છે. 108થી તેમણે ખંભાળિયા હોસ્પિટલમાં સારવારમાં માટે ખસેડવામાં આવ્યા છે.
etv bharat
ઉલ્લખનીય છે કે, બીટ કોઇન કેસમાં જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કેટલાક ખુલાસાને લઇને નિશા ગોંડલિયા ચર્ચામાં આવી હતી.
Last Updated : Nov 29, 2019, 10:03 PM IST