ધરાશાયી થયેલ મકાનમાંથી અત્યાર સુધીમાં 2 મૃતદેહને કાઢવામાં આવ્યા છે અને હજુ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલ હોવાની આશંકા જણાઈ રહી છે. જેથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મકાન માલિક અનવરભાઈ ગંઠાર અને અશોક પરસોતમ રાઠોડનું મૃત્યુ થયું છે.
જામનગરમાં મકાન ધરાશાઈ, 2ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ - કૃષિ પ્રધાન આર.સી.ફળદુ
જામનગરઃ શહેરના દેવુભા ચોકમાં એક બે માળનું મકાન ધરાશાયી થયું છે. જેનો કાટમાળ હટાવવાની કામગીરી બે દિવસથી શરૂ કરવામાં આવી છે. કાટમાળ નીચેથી 2 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ એક વ્યક્તિ દબાયા હોવાથી આશંકા છે. આ કામગીરીમાં રાજકોટ, વડોદરા અને જામનગરની ફાયર ટીમ સતત બે દિવસથી લાગી ગઈ છે.

jamnagar building collapse
જામનગરમાં મકાન ધરાશાઈ, 2ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
આ ઘટનાનો ભોગ બનેલા પરિવારજનોને મળવા જામનગરના સાંસદ પૂનમ માડમ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાંત્વના પાઠવી છે. સાથે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સમગ્ર ઘટનાનું નિરિક્ષણ કર્યા બાદ રાજ્ય સરકાર પરિજનોને આર્થિક મદદ મળી રહે તેની વિચારણા કરશે. રાજકોટ NDRF ના જવાનો વહેલી સવારે જામનગર આવી પહોંચ્યા છે અને બચાવ કામગીરીમાં જોડાયા છે.