ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં લાયન્સ ક્લબે 2 દિવસીય અધિવેશન યોજાયો - gujaratinews

જામનગર: શહેરમાં લાયન્સ ક્લબ દ્વારા 6 એપ્રિલથી બે દિવસીય અધિવેશન યોજવામાં આવશે. આ બે દિવસીય ચાલનારા અધિવેશનમાં દિલ્હીથી ઈન્ટરનેશનલ ડાયરેક્ટર અરૂણાબેન પણ ઉપસ્થિત રહેશે. આ સાથે જ લાયન્સ ક્લબ દ્વારા છેવાડાના માનવી સુધી પોતાની સેવાકીય પ્રવૃત્તિ પહોંચે તેવા ઉદ્દેશથી અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 6, 2019, 11:00 PM IST

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લોકો હજુ પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીથી અજાણ છે. ત્યારે અનેક અંધશ્રદ્ધાઓનો સહારો લઈને નાના બાળકો તેનો વધારે ભોગ બને છે. મહત્વનું છે કે, શહેરમાં લાયન્સ ક્લબમાં પણ ચૂંટણી યોજવામાં આવશે. શહેરના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના ગામડામાં પહોંચીને લોકોને સાયન્સથી અવગત કરાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.

લાયન્સ ક્લબ દ્વારા બે દિવસીય અધિવેશન યોજાયો

શહેરમાં આવેલી જૈન કુંવરબાઈ ધર્મશાળામાં બે દિવસીય સુધી વિવિધ વક્તાઓ દ્વારા જુદા-જુદા વિષય પર પોતાના વિચારો રજૂ કરવામાં આવશે. તો કુદરતી આપત્તિ સમયે લોકો સુધી પહોંચીને તેમની સેવા કરવી એ લાયન્સ ક્લબનો ઉદ્દેશ રહેલો છે.

ABOUT THE AUTHOR

...view details