ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં પુલવામામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ - જામનગર

ગઇકાલે દેશભરમાં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, ત્યારે જામનગરમાં પણ અલગ અલગ સ્થળ પર બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

jamnagar
જામનગર

By

Published : Feb 15, 2020, 11:13 AM IST

Updated : Feb 15, 2020, 1:12 PM IST

જામનગર : 14 ફેબ્રુઆરી એટલે કે આજથી એક વર્ષ પહેલાં દેશના દુશ્મનોએ પુલવામામાં આતંકવાદી હુમલામાં લશ્કરના જવાનોને નિશાન બનાવી 40 જવાનોને શહીદ કર્યા હતા. જામનગરમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ અને સનસાઈન સ્કૂલ દ્વારા આયોજન કરાયું હતું. તેમજ કોંગ્રેસી કાર્યકર્તાઓએ લાલ બંગલા સર્કલ ખાતે મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જામનગરમાં પુલવામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

સનસાઈન સ્કૂલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શહીદોની તસ્વીર પર પુષ્પો અર્પણ કર્યા હતા અને મીણબત્તી પ્રગટાવી તેમજ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સનસાઈન સ્કૂલના ડૉ. વિમલભાઈ કગથરા, જાયન્ટ્સ ગ્રુપના અંકિતભાઈ રાવલ, અજયસિંહ માણેક, મુકેશભાઈ પાઠક, નિલેશભાઈ ગોહિલ, તેમજ કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્ય વિક્રમ માંડમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Last Updated : Feb 15, 2020, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details