ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં નવા વર્ષથી RTOના નવા નિયમોનું કડક પાલન કરવામાં આવશે: આર સી ફળદુ - આર સી ફળદુ ટ્રાફિકના નવા નિયમો

જામનગરઃ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગત્ત 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ કરતા PUC જગ્યાઓએ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી, ત્યારે શહેરમાં કૃષિ પ્રધાન આર.સી ફળદુએ સાંસદ પુનમ માડમ સાથે ડેન્ગ્યુની સમિક્ષા બેઠક યોજી હતી, જેમાં ટ્રાફિકના નવા નિયમો વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

આર સી ફળદુએ યોજી બેઠક

By

Published : Oct 22, 2019, 6:02 PM IST

કહેવાય છે કે, જાગ્યા ત્યારથી સવાર, બસ એ જ રીતે નવા નિયમોમાં પણ વહેલી સવારથી જ PUCના સ્થળોએ મોટી સંખ્યામાં વાહન ચાલકો પહોંચતા હતાં અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકોને નવા નિયમ લાગુ કરવા માટે અમુક સમય પણ આપવામાં આવ્યો હતો અને કૃષિ પ્રધાન આર.સી ફળદુએ જામનગરમાં યોજાયેલી એક બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં નવા વર્ષથી RTOના નવા નિયમોનું કડકપણે પાલન કરવામાં આવશે.

આર સી ફળદુએ યોજી બેઠક

મહત્વનું છે કે, આ બેઠકમાં સાંસદ પુનમ માડમ પણ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, નવા વર્ષથી ટ્રાફિકના નવા નિયમોનું કડક પાલન કરવામાં આવશે. લોકો હજૂ પણ એવી આશા રાખીને બેઠા છે કે, સરકાર તરફથી તારીખો લંબાવવામાં આવશે. પરંતુ, એવું બનશે નહીં, 1લી તારીખથી જ નવા નિયમોનુું ચુસ્ત પાલન કરવામાં આવશે અને માર્ગ અને વાહન વ્યવહારના નવા કાયદામાં હવે કોઇ મુદ્ત વધારવામાં આવશે નહીં. 1લી નવેમ્બરથી હેલ્મેટ સહિતના કાયદાઓનું કડક પાલન કરવામાં આવશે.

આ ઉપરાંત આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ પણ નવા વર્ષથી કરાવશે. માર્કેટયાર્ડ 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીનું પણ પ્રારંભ કરાવશે. વધુમાં જણાવીએ તો રાજ્યમાં વકરી રહેલા ડેન્ગ્યુ પર પણ પ્રધાને પ્રતિક્રિયા આપી હતી અને તાત્કાલિક ધોરણે ડેન્ગ્યુથી લોકોને રાહત મળે તેવા પગલા લેવામાં આવી રહ્યા છે તેવુ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details