ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ટ્રેડ યુનિયનના કર્મચારીઓની હડતાલ - jamnagar news

જામનગરઃ કેન્દ્ર સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, કેન્દ્રીય કર્મચારીઓ સંબંધી વિવિધ નીતિઓને લઇને લોકોમાં રોષ વધી રહ્યો છે. દેશના લગભગ 25 કરોડ કામદારોની સામેલગીરી સાથે સરકારની કામદાર-કર્મચારી વિરોધી નીતિ સામે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું હતું.

etv  bharat
જામનગરમાં ટ્રેડ યુનિયનના કર્મચારીઓની હડતાલ

By

Published : Jan 8, 2020, 3:14 PM IST

જામનગર શહેરના લાલબંગલા સર્કલ ખાતે સવારે 10 થી 12 દરમિયાન કેન્દ્રીય મજૂર સંગઠનો તેમજ અલગ-અલગ ઉદ્યોગના કર્મચારી સંગઠનોની હડતાલ પર ઉતરી વિરોધ વ્યક્ત કર્યો હતો. બેંક, રેલવે, એસ.ટી., GEB સહિતના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં.

જામનગરમાં ટ્રેડ યુનિયનના કર્મચારીઓની હડતાલ

હાલની મોંઘવારીને ધ્યાનમાં લેતાં રૂપિયા. 21,000નું રાષ્ટ્રીય લઘુત્તમ વેતન તથા સરકારી ભંડોળમાંથી રૂપિયા. 10,000નું લઘુત્તમ વેતન આપવા, GEB, ST રેલવે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવી પેન્શન સ્કીમના બદલે જુની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી ઉપરાંત ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા હતાં. જેમાં વિવિધ ટ્રેડ યુનિયનના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details