ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા ત્રણ શખ્સો ઝડપાયા

જામનગર: શહેરમાં ક્રિકેટ મેચ પર ડબો ચલાવતા અને સટ્ટો રમતા તત્વો પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. હાલમાં IPLની મેચ ચાલી રહી છે, ત્યારે સટ્ટાબજાર પણ ગરમ થયું છે. જેને લઈને સાધના કોલોનીમાં LCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન ક્રિકેટનો ડબો ચલાવતા શખ્સને 27 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે આ શખ્સને પોલીસે દબોચી લીધો હતો.

ફાઈલ ફોટો

By

Published : Apr 5, 2019, 10:04 PM IST

આ સાથે જ ત્રણ શખ્સોની પણ સંડોવણી બહાર આવી છે. આ ઉપરાંત જામનગરના આનંદ કોલોનીના એક મકાનમાં ચાલતા IPLના ડબા પર RR સેલની ટીમે દરોડા પાડ્યા છે. જેમાં બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મહત્વનું છે કે, જામનગરમાં IPL પર ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડતા કુલ ત્રણ શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 12 જેટલા શખ્સો હોવાનું ખુલ્યું છે.

સ્પોટ ફોટો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details