ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના લાલપુરમાં સિક્યુરિટી ગાર્ડની 3 શખ્સોએ કરી ઘાતકી હત્યા - Jamnagar letest news

જામનગર: જિલ્લાના લાલપુરના ખાયડી ગામમાં રહેતા અને સિક્યુરીટી ગાર્ડ ગ્રામ રક્ષકની ફરજ બજાવતા એક પ્રૌઢ પર બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી.

etv
જામનગર: લાલપુરમાં સિક્યુરિટી ગાર્ડની 3 શખ્સોએ કરી ઘાતકી હત્યા

By

Published : Jan 18, 2020, 9:09 PM IST

ખાયડી ગામમાં રહેતા અને પાર્ટ ટાઈમમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા નારણભાઈ લખમણભાઈ કરમુર (ઉમર. 45) પોતાની ફરજ હતા અને આ વેળાએ ત્યાં એક બાઇકમાં ધસી આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ નારણભાઈ પાસે વાહન ઊભું રાખી કોઈ બાબતે બોલાચાલી શરૂ કરી હતી અને આ બોલાચોલી હત્યામાં પરિણમી હતી.

જામનગરના લાલપુરમાં સિક્યુરિટી ગાર્ડની 3 શખ્સોએ કરી ઘાતકી હત્યા

ગંભીર ઇજા પહોંચાડતા નારણભાઈને લાલપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.

બનાવથી જાણ પોલીસને થતા PSI બી.એસ. વાળા તથા સ્ટાફ દોડી ઓવ્યો હતો અને 302, 392,334, GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details