ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ધોળા દિવસે સામસામે ત્રણ રાઉન્ડ ફાયરિંગ, કોઈ જાનહાની નહિ - જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ

જામનગરમાં લાલપુર બાયપાસ રોડ પર નવી સોસાયટીના બાંધકામની સાઇટ પર શુક્રવારના રોજ સવારે સાડા દસ વાગ્યે આહીર અગ્રણી અને બિલ્ડર પર અજાણ્યા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે.

જામનગર
જામનગર

By

Published : Jul 3, 2020, 2:16 PM IST

  • લાલપુર બાયપાસ નજીક ખાનગી ફાયરિંગની ઘટના
  • ત્રણ અજાણ્યા શખ્સોએ બિલ્ડર પર કર્યું ફાયરિંગ
  • બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો
  • જમીન વિવાદ મુદ્દે થયું ફાયરિંગ

જામનગર : શહેરમાં વધતી જતી ગુનાખોરીમાં વધુ એક મોટી ઘટનાનો ઉમેરો થયો છે. જે ગત વર્ષ સત્યમ કોલોની વિસ્તારમાં થયેલ બિલ્ડર લોબી સાથે સંકળાયેલા પ્રોફેસર પર થયેલ ફાયરિંગ બાદ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શુક્રવારે સવારે લાલપુર બાયપાસ નજીક ખાનગી ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના આહીર અગ્રણી અને બિલ્ડર ગિરીશ ડેર પોતાની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં સાઇટ પર હતા. ત્યારે વાહનમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ બિલ્ડર પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આરોપીએ કરેલા ફાયરિંગમાં બિલ્ડરને એક પણ ગોળી વાગી નથી. તેમજ આરોપીઓ ફાયરિંગ કરી તાત્કાલિક ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા.

જામનગરમાં ધોળા દિવસે સામસામે ત્રણ રાઉન્ડ ફાયરિંગ, કોઈ જાનહાની નહિ
જે બનાવને પગલે એલસીબી, એસઓજી અને પંચકોશી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર જમીન વિવાદ મુદ્દે ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે ફાયરિંગ કરી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details